Vadodara : વાદળિયા વાતાવરણમાં ફેલાયેલું ધુમ્મસ આજે અચાનક વિખેરાઈ જતા ન્યૂનતમ તાપમાનનો પારો સડસડાટ 5.6 અંશ ડિગ્રી સેલ્સિયસ ઘટી જતા આગામી દિવસોમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે તો નવાઈ નહીં.
હવામાન ખાતાની આગાહી મુજબ ગઈકાલે તા.23મીએ તાપમાનનો ન્યૂનતમ પારો 19.8 અંશ ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. અને પવનની ગતિ પ્રતિ કલાક બે કિ.મી. રહી હતી. ગઈકાલે દિવસ દરમિયાન ભારે ધુમ્મસ રહ્યું હતું. જે આજે એકાએક વિખરાયું હતું. પરિણામે ન્યૂનતમ તાપમાનનો પારો એકદમ 5.6 અંશ ડિગ્રી સેલ્સિયસ ઘટીને આજે 14.2 અંશ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. જેથી ગરમીના પ્રમાણમાં ઘટાડો થતાં ખુશનુમા ઠંડીના માહોલનો અહેસાસ થયો હતો. આમ આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાનનો પારો હજી ઘટવાની શક્યતાના કારણે આગામી દિવસોમાં ઠંડીના ચમકારાનો ફરી એકવાર અહેસાસ થાય તો નવાઈ નહીં.