Updated: Jan 9th, 2024
વડોદરાઃ સમા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં મહારાષ્ટ્રની કંપનીના ફોટા અને પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
એહમદનગર ખાતે આવેલી સ્વાતિ સાંઇ બ્રાન્ડિંગ કંપનીના અધિકૃત ફિલ્ડ ઓફિસરની તપાસમાં સમાના ચાણક્યપુરી ખાતે આવેલી આરાધના પ્રિન્ટ સોલ્યુશન નામની દુકાનમાં તેમની કંપનીની જાણ બહાર પ્રિન્ટ અને ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો ખૂલી હતી.
તેમણે ડીસીપી ઝોન-૪ પન્ના મોમાયાના સ્કવોડને જાણ કરી દુકાનમાં તપાસ કરતાં તેમની કંપનીની પ્રિન્ટ અને ફોટાનો ઉપયોગ કરાતો હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી પોલીસે દુકાનદાર બાબુ નારણભાઇ વાવીયા (રહે.વ્રિન વુડ,વેમાલી,વડોદરા) સામે કોપી રાઇટ એક્ટના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.