Updated: Dec 19th, 2023
– મધ્યસ્થ જેલમાં મોબાઇલ ફોન વાપરતા ત્રણ કેદીઓ સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો વધુ તપાસ હાથ ધરી છે
વડોદરા,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર
વડોદરા મધ્યસ્થ જેલમાં સ્થાનિક જડતી સ્કવોડ દ્વારા સર્ચ કરવામાં આવતા યાર્ડ નંબર ત્રણ ખોલી નંબર 16 માંથી પાણી માટે કરેલા શૌચાલયના ખાડા નજીકથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ ફોન જેલના કાચા કામના કેદીઓ ઈસ્માઈલ ઉર્ફે પિન્ટુ ઇબ્રાહીમ ખોખર તથા રિયાઝ ઈકબાલભાઈ જુનાચ તથા સલીમ રૂપે લંગડો ઇમ્તિયાઝ શેખ ભેગા મળીને વાપરતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું. જેથી જેલર દ્વારા ત્રણેય કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.