Vadodara : વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવવાનું છે કે હું બંગલા ઉપર કામ કરું છું. મારી બે દીકરીઓ પણ બંગલાનું કામ કરે છે. મારી દીકરીને અગાઉ એક યુવક સાથે રિલેશનશિપમાં હતી પરંતુ ત્રણ વર્ષ પહેલાં બ્રેકઅપ થઈ ગયું હતું. તેમ છતાં યુવક મારી દીકરીને સતત પીછો કરે ઈમોશનલી બ્લેકમેલ કરીને ધમકી આપતા કહે છે કે હું બ્લેડ મારી લઈશ અને મરી જઈશ અને તારું નામ લખાવી દઈશ. મિત્રતા ચાલુ રાખવા દબાણ કરે છે. ત્રણ દિવસ પહેલા હું અને મારી દીકરી બંગલાઓના કામ કરવા જતા હતા ત્યારે આ યુવકે આવીને મારી દીકરીનો હાથ પકડી લીધો હતો.