Updated: Jan 11th, 2024
Image Source: Freepik
વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
મકરપુરા વિસ્તારમાં નોકરી કરતી યુવતીને તેના પૂર્વ પતિ દ્વારા બાઇક બેસાડી લાલબાગ વિસ્તારમાં લાવ્યો હતો. ત્યારબાદ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા બાદ માર માર્યો હતો. જો તુ તારા પરિવારને જાણ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન દંતેશ્વરમાં રહેતા યુવક સાથે થયા હતા પરંતુ યુવતીને પતિ સાથે મનદુખ થતા વર્ષ 2012માં છુટાછેડા લઇ લીધા હતા. 7 જાન્યુઆરીના રોજ યુવતીની તેની નોકરી પર આવી હતી અને છુટીને રાત્રીના દસ વાગ્યાના આસપાસના ઘરે જવા માટે નીકળી હતી. તે દરમિયાન તેનો પૂર્વ પતિ મકરપુરા ડી-માર્ટ પાસે આવ્યો હતો અને મને તારું કામ છે ? તું મારી સાથે ચાલ તેમ કહીને મને બાઇક પર બેસાડી માંજલપુર લાલબાગ બ્રીજ નીચે આવેલી પતંજલી સ્ટોરની ઉપર આવેલા ફ્લેટ પાસે લાવી મોબાઈલ પર અગાઉ કોઈ છોકરાનો ફોન કેમ આવ્યો હતો તે છોકરાને હમણાં જ બોલાવ તેમ કહી રાત્રીના પોણા દસથી દસ વાગ્યાના સમયગાળા દરમ્યાન મારી સાથે ઝઘડો કર્યો હતો. યુવતીનો હાથ પકડી, શારીરિક અડપલા કરી માર માર્યો હતો જો તુ તારા પરીવારને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ઘર પાસે મૂકી જતો રહ્યો હતો. યુવતીને તેની બહેનો અને મારા માતા પિતાને જાણ કરતા તેને એસ.એસ.જી હોસ્પિટલમાં લઈ જતા સારવાર માટે ખસેડી હતી. માંજલપુર પોલીસે યુવક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.