Updated: Apr 30th, 2024
વડોદરાઃ વડોદરામાં ગેરકાયદે ચાલતા સ્પા સેન્ટરો તેમજ કપલ બોક્સની સુવિધા આપતા સંચાલકો પર પોલીસ નજર રાખી રહી છે. આવા સેન્ટરોમાં પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ શરતોનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવે છે.
જેતલપુર બ્રિજ પાસે સત્યમ એપાર્ટમેન્ટમાં આવેલા રેડિયન્ટ સ્પા માં આવી જ રીતે અકોટા પોલીસે તપાસ કરતાં અંદર સીસીટીવી કેમેરા મળી આવ્યા નહતા.જેથી પોલીસે સંચાલક સતિષ યશવંતભાઇ(સફળ એરિઝ, નારાયણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસે, અટલાદરા) સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.