Jamnagar : જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ હેઠળ આવતા દરેડ ખોલી વિસ્તારમાં રહેતા કાજલબેન વિજયભાઈ ચૌહાણ (ઉંમર 30 વર્ષ) અતિ જોખમી સગર્ભા 3 બાળકો જીવિત અને 4 થી વાર 8મો મહિનો શરૂ થતા સગર્ભાને 22 ફેબ્રુઆરી 2025 ના રોજ તબિયત બગડી હતી.
ગામના આશા વર્કર અને આરોગ્ય ટીમને વાતની જાણ થતાં તાત્કાલિક સગર્ભાની મુલાકાત લઈ જી.જી.એચ. હોસ્પિટલ ખાતે જવા માટે સમજાવામાં આવ્યા હતા. દર્દી દવાખાને ગયા નહી અને 25 ફેબુઆરીના રાત્રે 12 વાગ્યે ફરી દુખાવો ઉપડ્યો હતો. દર્દીને સમજાવવા છતા હોસ્પિટલ ગયા નહિ અને 26 તારીખે સવારે આયુષ્યમાન આરોગ્ય મંદિર દરેડ પર આવ્યા હતા. જ્યાં લાભાર્થીની 8 માં મહીને અધૂરા માસે નોર્મલ ડીલેવરી કરાવવામાં આવી હતી.
બાળકનું વજન 3.5 કિલો હતું. વધુ સારવાર અને રીપોર્ટ માટે દર્દીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ પર જવા માટે સમજાવામાં આવ્યા પરંતુ દર્દી સમજ્યા નહી અને આરોગ્ય ટીમ દ્વારા દર્દીને વાહન પર દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વધુ સારવાર માટે લાવવામાં આવ્યા. તેના બધા રીપોર્ટ કરતા ઓછુ હિમોગ્લોબીન હોય માટે વધુ સારવાર ની જરૂર હોય માટે જી.જી.એચ. હોસ્પિટલ જામનગર જવા માટે સમજાવ્યા અને 108ની ગાડીને બોલાવવામાં આવી હતી.
જેમાં પણ દર્દી જવા માટે તૈયાર ન હતું. દરેડ આરોગ્ય ટીમ અને 108 ટીમ દ્વારા ખુબજ ગંભીરતા પૂર્વક સમજાવી 108 ગાડી માં જી.જી.એચ હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગયા હતા.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશ પટેલ દ્વારા દર્દી ને તાત્કાલિક સારવાર મળે તે માટે જામનગર ડોક્ટરની ટીમને જાણ કરી તાત્કાલિક સારવાર મળી રહે માટે કહેવામાં આવ્યું હતું. દર્દીને સમજાવવા તેમજ આરોગ્ય તપાસ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડના ડો.પ્રવીણ પટેલ, ડો.મકવાણા, એફ.એચ.ડબલ્યુ કાજલ રાવલીયા તેમજ દરેડ આરોગ્ય કેન્દ્રની 9 આશા બહેનો અને તાલુકાના સુપર વાઈઝર રાણાભાઈ વરુ દ્વારા દર્દીને સમજાવવામાં જહેમત ઉઠાવી હતી.