Updated: Jan 6th, 2024
વડોદરા,તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગને બેંક એકાઉન્ટ પૂરું પાડનાર દિલ્હીના ઠગને પોલીસે ઝડપી પાડ્યો છે.
વડોદરાની મહિલાને ટાસ્ક આપવાના નામે રૂ.8,00,000 પડાવી લેનાર ટોળકીના પાંચ સાગરીતોને વડોદરા સાયબર સેલે અમદાવાદ અને દિલ્હી ખાતેથી ઝડપી પાડતા આ ટોળકીના ચક્કરમાં 13 રાજ્યના સંખ્યાબંધ લોકો ફસાયા હોવાની વિગતો ખૂલી હતી.
સાયબર સેલ દ્વારા આ ટોળકીના બેન્ક એકાઉન્ટન તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ટોળકી પાસે કમિશન લઈ બેન્ક એકાઉન્ટ પૂરું પાડનાર દિલ્હીના અર્જુન જગન્નાથ ગુપ્તા (સેવક નગર દ્વારકા દિલ્હી) નું નામ ખુલતા પોલીસે તેને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે.