મારામારીના ગુનામાં સામેલ આરોપીને પણ પાસામાં મોકલાયો
Updated: Jun 28th, 2024
વડોદરા,તરસાલી વિસ્તારમાં દારૃનો ધંધો કરતા અને મારામારીના ગુનામાં સામેલ આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
તરસાલી સાંઇધામ કોમ્પલેક્સ વુડાના મકાનમાંથી પકડાયેલા ૨.૨૦ લાખના વિદેશી દારૃના કેસમાં સામેલ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ સુરેશભાઇ કનીજા ( રહે. સાંઇધામ સોસાયટી, તરસાલી) ની સામે મકરપુરામાં અન્ય પણ એક ગુનો દાખલ થયો હતો. ધર્મેન્દ્રની પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર સામે કુલ ૭ ગુના દાખલ થયા છે.
જ્યારે મારામારીના ગુનામાં સામેલ આરોપી વિવેક ઉર્ફે કાલુ ચંદ્રકાંતભાઇ પરમાર ( રહે. ઠાકોર કૃપા સોસાયટી, નવાયાર્ડ) ની પણ પાસા હેઠળ અટકાયત કરી અમરેલી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.