વડોદરા,શહેરમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચોવીસ કલાક દરમિયાન બે વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કિશનવાડી ઝંડાચોકમાં રહેતા ૪૫ વર્ષના શેખર બાબુરાવને ઝાડા ઉલટી થતા તબિયત લથડી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સ્થિર છે.
જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુરમાં રહેતા ૩૫ વર્ષના સાહીદ ગનીભાઇ શેખને ઝાડા ઉલટી થતા તેઓની તબિયત લથડી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ઝાડાના ૨૨ કેસ નોંધાયા છે. જ્યારે કિશનવાડી અને માંજલપુર વિસ્તારમાં ટાઇફોઇના બે કેસ નોંધાયા છે. આદર્શનગરમાં ડેન્ગ્યૂનો એક તથા અટલાદરામાં ચિકનગુનિયાનો એક કેસ સામે આવ્યો છે.