વડોદરા,વોર્ડ નં.૧૩ માં આર.વી. દેસાઈ રોડ પર સન બંગ્લોઝમાં છેલ્લા કેટલાય દિવસથી પીવનું પાણી ગંદુ મળે છે. જો અહીં પાણી ચોખ્ખું નહીં અપાય તો આંદોલન કરવાની ચીમકી વોર્ડ ૧૩ના કોંગ્રેસના કોર્પોરેટરે આપી છે.
રોડ પર ડ્રિલિંગ કરીને કેબલો નાખવાની અને ગેસ લાઈન નાખવાની કામગીરી દરમિયાન પાણીની અને ડ્રેનેજની લાઈન તૂટતા દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે. અધિકારીઓની દેખરેખ વિના ડ્રિલિંગની કામગીરી કરાતી હોવાથી આવું બને છે. ડ્રેનેજની લાઈન તૂટતા તેનું ગંદુ પાણી પીવાની લાઈન સાથે ભળતા પીળું અને જીવડાવાળું પાણી મળે છે. આ સમસ્યાનો સત્વરે ઉકેલ જરૃરી છે, કેમકે આવા પાણીથી રોગચાળાનો ભય ફેલાયો છે.