વડોદરા,આર્થિક સંકડામણના કારણે કિશનવાડી અને ડભોઇ રોડ પર રહેતા બે યુવાનોએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ડભોઇ રીંગ રોડ વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતો ૩૪ વર્ષના મનિષ પૂનમભાઇ વણજારા હાલમાં કોઇ કામ ધંધો કરતો નહતો. ગઇકાલે રાતે તેણે ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જે અંગે કપુરાઇ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, મનિષને દેવું વધુ ગયું હતું અને તે ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો પણ રમતો હતો. જેના કારણે તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા ૩૭ વર્ષના વિવેક ઠાકોરભાઇ માછીને આયશર ટેમ્પાની લોનના હપ્તા ચઢી ગયા હતા. જેના કારણે તેે ટેન્શનમાં રહેતો હતો. ગઇકાલે રાતે તેણે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણના કારણે જ તેણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.