વડોદરાઃ વડોદરા જિલ્લાની કરજણ નગર પાલિકાના પ્રમુખની ચૂંટણી આગામી તા.૫મીએ યોજાનાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
કરજણ નગર પાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપને ૧૯ બેઠક મળી હતી.જ્યારે,આપને ૮ અને અપક્ષને ૧ બેઠક મળી હતી.કોંગ્રેસનું ખાતું જ ખૂલ્યું નહતું.
ભાજપને બહુમતી મળ્યા બાદ પ્રમુખ પદ માટે કવાયત કરવામાં આવી છે.જેમાં નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલા સભ્યોનો સેન્સ લેવામાં આવ્યો હતો.આગામી તા.૪થીએ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં પ્રમુખનું નામ નક્કી કરવામાં આવશે.