Vadodara : વડોદરાના નાગરવાડા વિસ્તારમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેના કારણે બંને જૂથના લોકો સામસામે આવી જતા મામલો વધુ ગરમાયો હતો. જેમાં પોલીસે પાંચ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરના નાગરવા વિસ્તારમાં આવેલા ગોલવાડમાં અને હરિજનવાસમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. બંને જૂથના લોકો સામ સામે આવી જતા મારા મારી થઈ હતી. જોકે ઘટનાની જાણ કારેલીબાગ પોલીસ થતા તાત્કાલિક ઘટના તરફ પર પહોંચી જઈને પોલીસ કર્મચારીઓએ મામલો થાળે પડ્યો હતો. જૂથ અથડામણના સંદર્ભમાં પાંચથી વધુ લોકોની અટકાયત કરી કારેલીબાગ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારામાંથી કરનાર લોકોને પોલીસના કર્મચારીઓ બાઈક પર બેસાડી લઈ લઈ ગયા હતા જેનો કોઈએ વિડિયો બનાવી લીધો હતો.