Vadodara Fire : વડોદરા શહેરમાં જાણતા રાજાનું નાટક ભજવનાર કલાકારો પ્રતાપગંજની તુલસી હોટલમાં રોકાયા હોય જેમાં અચાનક આગ ફાટી નીકળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સદ્નસીબે તમામ કલાકારો સલામત હોય કોઈ જાનહાની થવા પામી નથી.
શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી તુલસી હોટલમાં શુક્રવારે મોડીરાત્રે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. આ હોટલમાં જાણતા રાજા મહાનાટયના કલાકારો પણ રોકાયા હોય આયોજકોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. પુણેના રહેવાસી અને જાણતા રાજાના કલાકારએ જણાવ્યું હતું કે, ટીમના તમામ સભ્યો હોટલમાં રોકાયા છે. જમવા બેસ્યા હતા તે સમયે અચાનક આગ લાગતા તમામ આશરે 60 જેટલા લોકો સલામત રીતે બહાર દોડી ગયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓનું બારીમાંથી રેસ્ક્યુ કરાયું છે. ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સબનસીબે આ ઘટનામાં કોઈ થવા પામી નથી. હોટેલ સંચાલક વિકાસભાઈએ જણાવ્યું હતું કે, હોટલની ઓફિસના રૂમમાં આગ લાગતા ફાઇલ સહિતના દસ્તાવેજ સળગી જવા સાથે થોડુ નુકસાન પહોંચ્યું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.