વડોદરા પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ખાધ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લેવામાં આવેલ હતા.
શંકાસ્પદ નમુનાઓમાંથી નપાસ થયેલ નમુનાઓ માટે જે તે ફુડ બિઝનેશ ઓપરેટર સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરી એડજ્યુકેટીંગ ઓફીસર દ્વારા ૬૩ કેસોમાં રૂ.૪૨,૬૬,૩૦૦નો દંડ કરવામાં આવેલ છે.
પાલિકા દ્વારા શહેરની મટન-ચીકનની દુકાનોમાં સ્વચ્છતા તેમજ રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે કરવામાં આવેલ ચેકીંગ દરમ્યાન ૮૨ કેસોમાં ૧,૪૯,૦૦૦નો દંડ કરવામાં આવેલ છે. જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચના અને ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો .મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયે ખાધ્ય પદાર્થોના શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવેલ. જે નમુનાઓને પૃથકકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ હતા. પબ્લીક હેલ્થ લેબોરેટરીના પૃથકકરણ રીપોર્ટ આધારે સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થયેલ ૬૩ કેસોમાં એજ્યુડીકેટીંગ ઓફિસર (નિવાસી અધિક કલેકટર) સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલ. ૬૩ કેસોમાં જેતે ફુડ બિઝનેશ ઓપરેટરોને રૂ.૪૨,૬૬,૩૦૦ દંડ કરવામાં આવેલ છે. જે ફુડ બીઝનેશ ઓપરેટરોને રૂ.૧૦,૦૦૦ કે તેથી વધુનો દંડ કરવામાં આવેલ છે તેની યાદી અત્રે રજૂ કરવામાં આવી છે.