Vadodara : વડોદરાના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પવારને રણજીત ચૌહાણનો ગૌતમ નગર સોસાયટી આંબેડકર સર્કલ પાસે રેસકોસથી ફોન આવ્યો હતો કે, એક બતક બેભાન અવસ્થામાં પડેલું છે. ટીમના કાર્યકર હિતેશ પરમાર અને ઈશ્વર ચાવડાને તાત્કાલિક ત્યાં મોકલતા કાર્યકરોએ જોયું કે, એક ગાજં હંસ દોરાથી ઘવાયું હતું. જેને વધું લોહી નીકળી રહ્યું હતું. પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વન વિભાગની વેટનરી હોસ્પિટલમાં ટાંકા લેવા માટે ખસેડવામાં આવ્યું છે.