Updated: Dec 20th, 2023
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરનાર ૧૯૬૬ની બેચના પૂર્વ વિદ્યાર્થીના પરિવાર અને મિત્રોએ ફેકલ્ટીને ૩૦૦૦૦ ડોલર એટલે કે લગભગ ૨૩ લાખ રુપિયાનુ ડોનેશન આપ્યુ છે.
આ ડોનેશનમાંથી ફેકલ્ટીના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગની લેબોરેટરી માટે તથા સંશોધન માટે વિવિધ ઉપકરણો ખરીદવામાં આવ્યા છે.જેના કારણે આ વિભાગની લેબોરેટરી વધારે અત્યાધુનિક બની છે.
ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી હેમેન શાહની સ્મૃતિમાં ડોનેશન આપનાર તેમના પરિવારના સભ્યોએ આજે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ સાથે મુલાકાત કરી હતી અને ટેકનોલોજી ફેકલ્ટીમાં ફેકલ્ટી ડીન પ્રો.ધનેશ પટેલ તથા બીજા વરિષ્ઠ અધ્યાપકોની હાજરીમાં અપગ્રેડ થયેલી સુવધાઓનુ લોકાર્પણ પણ કર્યુ હતુ.