ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા
Updated: Dec 14th, 2023
વડોદરા,સાવલીના મંજુસર ગામ બસ સ્ટેન્ડ પાસે રસ્તા વચ્ચે ગાય આવી જતા રિક્ષા પલટી જતા ચાર મહિલાઓને ઓછીવત્તી ઇજા થઇ હતી.
સાવલીના ગોઠડા ગામે રહેતા પદ્માબેન નરેન્દ્રભાઇ પરમાર ( ઉ.વ.૩૭), સાવલીના રાસાવાડી ખાતે રહેતા મનિષાબેન તેજસભાઇ પરમાર ( ઉ.વ.૨૪), સાલવીના વરીપુરા ગામે રહેતા અરૃણાબેન વિનોદભાઇ પરમાર ( ઉ.વ.૩૪) અને સાવલી સીએચસી પાસે રહેતી ૧૯ વર્ષની પ્રિયા ગૌરાંગભાઇ ચૌહાણ આજે સવારે રિક્ષામાં બેસીને જતા હતા. તે સમયે મંજુસર બસ સ્ટેન્ડ નજીક મચ્છીવાળાની પાસે રસ્તા વચ્ચે અચાનક ગાય આવી જતા રિક્ષા પલટી ગઇ હતી. પદ્માબેનને માથામાં, પગે અને ચહેરા પર, મનિષાબેનને ડાબી આંખ અને ઘુંટણ પર, અરૃણાબેનને પગના ઘુંટણ પર તથા પ્રિયાને છાતીના ભાગે ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.