વડોદરા,કારમાં વિદેશી દારૃ લઇને આવતા સુરતના ચાર યુવકોને ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે દેણા ચોકડીથી વિરોદ ગામ તરફ જવાના રોડ પરથી ઝડપી પાડયા છે.
ગ્રામ્ય એલ.સી.બી.નો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, એક સફેદ કલરની ડસ્ટર કારમાં વિદેશી દારૃનો જથ્થો છે. આ કાર સુરત, ભરૃચ અને વડોદરા થઇ વિરોદ ગામ તરફ જવાની છે. જેથી, પોલીસે દેણા ચોકડીથી વિરોદ ગામ તરફ જતા રોડ પર પઠાણ ફાર્મ હાઉસની પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે કાર અટકાવી હતી. કારમાં (૧) હિતેશભારતી અશોકભારતી ગોસ્વામી (રહે. વ્રજનંદિની રેસિડેન્સી, કેનાલ રોડ, કામરેજ,સુરત, મૂળ રહે. ભાવનગર) (૨) રોહન ઉમેશભાઇ સાવલીયા (રહે. હરિવિલા સોસાયટી, દાદા ભગવાન રોડ, કામરેજ, સુરત, મૂળ રહે. અમરેલી) (૩) જીજ્ઞોશ લક્ષ્મણભાઇ ઢોલરીયા (રહે.ક્રિષ્ણા પાર્ક સોસાયટી, દાદા ભગવાન રોડ, કામરેજ,સુરત, મૂળ રહે. અમરેલી) તથા (૪) ભાવેશગીરી દિનેશગીરી ગોસ્વામી (રહે.રાધિકા સોસાયટી, કામરેજ, સુરત, મૂળ રહે. ભાવનગર) બેઠા હતા. તેઓને નીચે ઉતારીને કારમાં ચેકિંગ કરતા વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે દારૃની ૧૦૮ બોટલ કિંમત રૃપિયા ૬૮,૦૪૦ ની કબજે કરી છે. આરોપીઓ ક્યાંથી દારૃ લાવ્યા હતા ? કોને આપવાના હતા ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.