Updated: Dec 21st, 2023
વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની જેટકોના સત્તાધીશો પર કોઈ અસર થઈ નથી. જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે.
આ પોલ ટેસ્ટ માટે રાજકોટ ઝોનમાં 6 સ્થળો, ભરૂચ ઝોનમાં 3 સ્થળો અને મહેસાણા ઝોનમાં 3 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.આ ટેસ્ટ માટે ઉમેદવારોને કોલ લેટર મોકલી દેવામાં આવ્યા છે.જ્યારે સાત ડિસેમ્બરે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવશે.
આમ અગાઉ પરીક્ષા પાસ કરનારા તમામ ઉમેદવારોની મહેનત પર જેટકોની જાહેરાત બાદ પાણી ફરી વળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, 1224 જગ્યાઓ માટે અગાઉ લેવાયેલી પરીક્ષા પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો બાદ રદ કરી દેવાની જાહેરાત જેટકો દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી.
વધુ વાંચો : જેટકોની પરીક્ષા રદ કરવાના નિર્ણય સામે વિધાનસભાનો ઘેરાવ કરીશું, રજૂઆત બાદ યુવરાજસિંહનુ નિવેદન