વડોદરાઃ તરસાલી હાઇવે પાસે દુકાન લેનાર એક ગ્રાહકના દસ્તાવેજોનો ઉપયોગ કરી ગિરિરાજ ડેવલોપર્સના સંચાલકે ખોટી સહીઓ કરીને થોડા સમય માટે લોન લઇ લેતાં ગ્રાહકે પોલીસ ફરિયાદ કરી છે.
સમા-સાવલી રોડ પર રોયલ રેસિડેન્સીમાં રહેતા સંકેતભાઇ શાહે પોલીસને કહ્યું છે કે,ફેબુ્રઆરી-૨૦૨૪માં બેન્ક ઓફ બરોડામાંથી મારી પાસે લોનની ઉઘરાણી કરતો કોલ આવ્યો હતો.જેથી મેં તપાસ કરતાં તરસાલી હાઇવે પાસે પલાસ હાઇટ્સમાં ખરીદેલી દુકાનના દસ્તાવેજો ગિરિરાજ ડેવલોપર્સને આપ્યા હોવાથી તેમણે મારી જાણ બહાર આ દસ્તાવેજોનો ઉપયોગ કરી મારી દુકાન સિવાયની બીજી દુકાન પર ૨૭ લાખની લોન લીધી હોવાની વિગતો જાણવા મળી હતી.
ગિરિરાજ ડેવલોપર્સ મૃણાલિની ચિરાગભાઇ શાહ(આધાર સોસાયટી, વાઘોડિયા રોડ)ના નામે હતું અને જૂન-૨૦૨૩માં લીધેલી લોન તા.૪-૧૦-૨૪ના રોજ ભરપાઇ કરી દીધી હતી.જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.