Vadodara : વર્ષ 2024 પૂરું થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી, અર્ધસરકારી, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી કોર્પોરેશન, સહિતની ઓફિસોના બાબુઓ મળતી આકસ્મિક રજાઓ પૂરી કરવાના ઇરાદે વાપરવા માટે રજા પર ઉતરી જવાના કારણે આવી તમામ કચેરીઓમાં સ્ટાફ શોર્ટેજ થવાના કારણે કામકાજ માટે આવતા લોકોને ધરમ ધક્કા ખાઈને પરત જવાનો વખત આવે છે જ્યારે ક્રિશ્ચિયન નોકરીયાત વર્ગ નવા વર્ષ 2025ની ઉજવણીમાં વ્યસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024પૂરું થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સરકારી, અર્ધસરકારી, પાલિકા, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી સહિતની વિવિધ કચેરીઓમાં કર્મચારીઓને હક્ક રજા, આકસ્મિક રજા તથા માંદગીની રજા સહિત અન્ય કેટલીક રજાઓ મળતી હોય છે. આવા કર્મચારીઓને મળતી રજાઓ પૈકીની આકસ્મિક રજા વર્ષના અંત સુધીમાં વાપરવાની હોય છે. પરંતુ અનેક કર્મચારીઓ પોતાની આવી રજાઓ વર્ષ દરમિયાન પણ વાપરી શકતા નથી. પરિણામે ડિસેમ્બર મહિનામાં આવી નહીં વાપરેલી રજાઓ આપોઆપ રદ થઈ જાય છે. જેથી આપોઆપ રદ થઈ જતી આકસ્મિક રજાઓ કર્મચારીઓ વાપરવા માટે મજબૂર બની જાય છે. જોકે આવી આકસ્મિક રજાઓ ડિસેમ્બરમાં રદ થઈ જતી હોવાથી ખાતા અધિકારી પણ આવી રજા નહીં લેવા માટે જે તે કર્મચારીઓને મજબૂર કરી શકતા નથી.
પરિણામે તમામ સરકારી અર્ધસરકારી બાલિકા જિલ્લા પંચાયત કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં ડિસેમ્બર માસમાં ઓછા સ્ટાફથી કામ ચલાવવું પડે છે. આ ઉપરાંત ક્રિશ્ચિયનો નાતાલ સહિત નવા વર્ષ 2025ની ઉજવણીમાં મશગુલ બને છે. પરિણામે આવા અન્ય સ્ટાફની પણ સોર્ટેજ ખાતા અધિકારીને જણાય છે. પરિણામે સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ સહિતની કચેરીઓમાં ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં કામકાજ માટે આવનારા લોકોને ધરમ ધક્કા ખાઈને હેરાન થવાનો વખત આવે છે.