Updated: Dec 8th, 2023
Image Source: Freepik
દિવાળીમાં પાંચ દિવસના મીની વેકેશન માટે તા. મી નવેમ્બરે રજા આપવામાં આવી હતી
વડોદરા, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર
વડોદરા મહાનગર પાલિકાની તમામ ઓફિસો આવતીકાલે તા. ૯મી ડિસેમ્બરે બીજો શનિવાર હોવા છતાં ધમધમતી રહેશે. દિવાળી દરમિયાન ગત તા. ૧૨ નવેમ્બરે પાલિકા તંત્ર દ્વારા પાલિકા કર્મીઓ પાંચ દિવસનું મીની વેકેશન માણી શકે એ અંગે રજા જાહેર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી નવા વર્ષના તહેવારોમાં સળંગ ચાર દિવસની રજામાં બ્રેક મારતો હતો અને આ ૧૨ નવેમ્બરે પાલિકા તંત્રની તમામ ઓફિસ કચેરીઓ શનિવાર હોવા છતાં ચાલુ રહેતી હતી પરંતુ જો તંત્ર દ્વારા તા ૧૨ નવેમ્બરે રજા જાહેર કરવામાં આવે તો પાલિકા કર્મીઓને પાંચ દિવસનું મીની વેકેશન થઈ શકે અને તમામ પાલિકા કર્મીઓ પરિવારજનો સાથે દિવાળી નવા વર્ષના તહેવારો ની મોજ માણી શકે. જેથી સરકારી પરિપત્ર મુજબ પાલિકા તંત્રએ પણ પાલિકા કર્મીઓના મીની વેકેશન અંગે તા ૧૨મી નવેમ્બરે રજા જાહેર કરી દીધી હતી અને તેની અવેજીમાં ડિસેમ્બર માસમાં તા ૯મીએ આવતો જે તે માસનો બીજો શનિવાર હોવાથી તમામ પાલિકા કર્મીઓએ તેમની ફરજ પર રહેવું પડશે તેવી જાહેરાત પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી પરિણામે આવતીકાલે ડિસેમ્બર માસનો બીજો શનિવાર હોવા છતાં પાલિકા તંત્રની તમામ ઓફિસ કચેરીઓ ધમધમતી રહેશે.
આવી જ રીતે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા અર્ધસરકારી કચેરીઓ પણ આવતીકાલેતા બીજો શનિવાર હોવા છતાં તમામ ઓફિસ કચેરીઓનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે આ તમામ કર્મીઓને પણ દિવાળી નિમિત્તે તા ૧૨ નવેમ્બરે રાજ્ય સરકાર અને અર્ધસરકારી ઓને રજા આપવામાં આવી હતી. હવે આ તમામ સરકારી અર્ધસરકારી ગરમીઓએ આવતીકાલે તા ૯ ડિસેમ્બરે તેમની ફરજ પર હાજર રહેવાનું રહેશે.