વડોદરા,સફાઇ સેવકની ૧૦ વર્ષની પુત્રીને ચોકલેટ અપાવવાના બહાને એરફોર્સ સ્ટેશનની અવાવરૃ જગ્યાએ લઇ જઇ નિવૃત્ત એરફોર્સ કર્મચારીએ શારીરિક અડપલા કરતા પોલીસે તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ પંજાબનો નવિનકુમાર ( ઉં.વ.૪૫) એરફોર્સમાંથી નિવૃત્ત થયા પછી એરફોર્સમાં જ સિક્યુરિટી જવાન તરીકે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે.એરફોર્સ સ્ટેશનમાં સફાઇ કામ કરવા આવેલા શ્રમજીવી પરિવારની ૧૦ વર્ષની બાળકી રમતી હતી. બાળકીને ચોકલેટની લાલચ આપી આરોપી અવાવરૃ જગ્યાએ લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ગભરાઇ ગયેલી બાળકીને બૂમાબૂમ કરતા તેના માતા -પિતા દોડી આવ્યા હતા. આ અંગે બાળકીના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એ.સી.પી. પ્રણવ કટારિયાએ આરોપીની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.