Updated: Dec 21st, 2023
– માતાજીના ભંડારામાં પાણીગેટ ગયેલા યુવક પર અઢી મહિના અગાઉના ઝઘડાની અદાવત રાખી ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો
વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
વડોદરામાં મહાનગર પાલિકાના વુડાના મકાનમાં રહેતો વિજય જગદીશભાઈ પેડલ સાયકલ લઇ છૂટક શાકભાજીની ફેરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશન તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે જોગણી માતાના મંદિર પાણીગેટ શાક માર્કેટ પાસે માતાજીનો ભંડારો હોવાથી સવારે 10 વાગ્યે મહાનગર વુડાના મકાન ખાતેથી અમારા દેવીપુજક સમાજના લોકો ચાલતા ભંડારામાં જવા માટે નીકળ્યા હતા. હું મારા ઘરેથી બાઈક લઈને સવારે 10:30 વાગ્યે નીકળ્યો હતો અને શાસ્ત્રીબાગ પાસે મારી બાઇક પાર્ક કરી હું તે લોકોની સાથે જોડાઈ ગયો હતો. અમે આયુર્વેદિક ત્રણ રસ્તા થઈ હાર્મોનિયમ હોસ્પિટલ સામે પહોંચ્યા ત્યારે અમારા ત્યાં રહેતો સુરેશ ભરતભાઈ આવ્યો હતો. મારી સાથે અઢી મહિના અગાઉ થયેલા જુના ઝઘડાની અદાવત રાખી તેણે મારી સાથે ઝઘડો કરી ગાળો બોલ્યો હતો અને ચપ્પુ વડે મારા પર હુમલો કરના ડાબા હાથે ઇજા થઈ હતી ત્યારબાદ સુરેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો.