Updated: Jan 8th, 2024
image : Freepik
વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરા આજવા રોડ પરથી બાપોદ પોલીસે કારમાંથી 50 હજારનો દેશી દારૂ અને બિયરનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર કમણ તોલાણીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે કાર, બિયર- વિદેશી દારૂનો જથ્થો અને મોબાઇલ સાથે 4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આજવા રોડ પર આવેલા રામદેવનગર-2 મની પાસે આવેલ રૂષિ વિશ્વામિત્રી સ્કુલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમા એક કાર લઈને એક શખ્સ ઉભો છે. તેમા વિદીશી દારૂનો જથ્થો ભરેલો છે જેમાથી દારૂ કટીંગ કરવાનો છે. તેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર પર પહોંચી તપાસ કરી હતી. દરમિયાન પોલીસ મને જોઈ નાસવા જતા પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડયો હતો. તેને સાથે રાખી કારમાં તપાસ કરતા 50 હજારનો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ અને બિયર, મોબાઇલ અને કાર સહિત 4.05 લાખનો મુદ્દામાલ કબજે કરી સચિન ઉર્ફે સલંગ ડાહયા પરમારની ધરપકડ કરી હતી. જ્યારે બુટલેગર કમલ ઉર્ફે કમુ તોલાણીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.