કરજણ તા ૧૫
કરજણ તાલુકાના મેસરાડ ગામેથી ઓરડામાં બનાવેલા ઈટોના ખાનામાં સંતાડેલા રૂ .૨૩,૪૬૦ ના દારૂના
જથ્થા સાથે શખ્સની અટકાયત કરી કુલ રૂ.૨૫,૪૬૦નો મુદ્દામાલ
કરજણ પોલીસે કબજે કર્યો છે.
કરજણ પોલિસને પેટ્રોલીંગ દરમિયાન મેસરાડ ગામે રહેતો વિપુલ
પહાડસંગ પાટણવાડીયા પોતાના ઘરે દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસ
દરોડો પાડતા વિપુલ પાટણવાડીયા ઘરે હાજર મળી આવ્યો હતો.તે બાદ તેને સાથે રાખી તપાસ
કરતાં ઘરની સામે આવેલા એક પતરાના શેડ વાળા ખુલ્લા ઓરડામાં બનાવેલા ઇંટોના ખાનામાં
તપાસ કરતા વિદેશી દારૃની પેટીઓ નંગ ૩ મળી આવી હતી. પોલીસે રૂ ૨૩,૪૬૦ ના વિદેશી દારૃના જથ્થા તેમજ રૃ.૨ હજારનો એક
મોબાઈલ મળી કુલ મુદ્દામાલ રૂ. ૨૫,૪૬૦ સાથે
વિપુલ પાટણવાડીયા રહે.મેસરાડ તા. કરજણની અટકાયત કરી ગુનો નોધી તજવીજ હાથ ધરી છે.