વડોદરાઃ કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી એક આધેડે નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકાને પગલે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.
રૃપેશભાઇ નામના આધેડ સવારે ગૂમ થતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી.જે દરમિયાન કાલાઘોડા બ્રિજ પાસેથી તેમનું સ્કૂટર મળી આવતાં શંકાના વમળો સર્જાયા હતા.
બનાવની જાણ પોલીસને કરાતાં તપાસ દરમિયાન સ્કૂટરની ડિકિમાંથી બે મોબાઇલ મળ્યા હતા.જ્યારે,નદીના પગથિયા પરથી ચંપલ મળ્યા હતા.ફાયર બ્રિગેડને શોધખોળ દરમિયાન કાંઇ હાથ લાગ્યું નથી.અહીં મગરો વધુ સંખ્યામાં હોવાથી મોડીસાંજે કામગીરી બંધ રાખી હતી.આવતીકાલે ફરીથી શોધખોળ કરાશે.પોલીસ ગૂમ થનારની વધુ વિગતો મેળવી રહી છે.