Vadadara : વીજ કંપનીની ઓફિસમાં જઇ મહિલા કર્મચારી સાથે ખરાબ વર્તન કરી બૂમાબૂમ કરનાર વીજ ગ્રાહક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વીજ કંપનીની ઓફિસના નાયબ ઇજનેરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બપોરે નવિનચંદ્ર જી.પટેલ આવ્યા હતા. તેઓને કેબીનમાં બોલાવી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિકનો પોલ ખસેડવાના રૂપિયા ભરવા માટે આવ્યો છું. જેથી, મેં તેઓને પોલ ખસેડવા માટેનું અંદાજ પત્ર આપ્યું હતું. સ્ટાફના મહિલા કર્મચારીને બોલાવી મેં તેઓને એક કોપી આપી નવિન પટેલને તેઓની સાથે કેશ કાઉન્ટર પર પૈસા ભરવા મોકલ્યા હતા. થોડીવાર પછી આવેલા મહિલા કર્મચારીએ જણાવ્યું કે, નવિનચંદ્ર પટેલ દરવાજા પર ઉભા રહી ગયા છે અને જ્યાં સુધી મારું કામ નહીં પતે ત્યાં સુધી તમને બહાર નીકળવા દઉં નહીં. તેવું કહીને ખરાબ વર્તન કરે છે. સ્ટાફના કર્મચારીઓનો વીડિયો પણ ઉતાર્યો હતો. તેઓને બૂમાબૂમ નહીં કરવાનું કહેવા છતાંય તેઓએ ખરાબ વર્તન ચાલુ રાખ્યું હતું. અગાઉ પણ બે વખત નવિનચંદ્ર જી.પટેલ (રહે.મુરારીપાર્ક સોસાયટી, હરિનગર) દ્વારા આ રીતે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.