વડોદરા,શહેર નજીકના બિલ ગામે દારૃ પીને ઝઘડો કરતા દંપતીને અટલાદરા પોલીસ પકડી લાવી હતી. પોલીસે દંપતી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાતે સાડા દશ વાગ્યે પોલીસ કંટ્રોલ રૃમમાં મનોજભાઇએ જાણ કરી હતી કે, બિલ ગામ ક્રિષ્ણા સોસાયટીમાં મારી પત્ની દારૃ પીને ધમાલ કરે છે. જેથી, અટલાદરા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. મનોજભાઇ અને તેની પત્ની મંજુબેન બંને દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પોલીસે મનોજ છોટાભાઇ વસાવા (ઉં.વ.૫૬) તથા તેની પત્ની મંજુબેન(ઉં.વ.૫૪) ની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો છે. મનોજ વસાવા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જ્યારે તેની પત્ની બંગલામાં કામ કરે છે.