અટલ બ્રિજ, ફતેગંજ બ્રિજ તેમજ અકોટા બ્રિજ પર પણ નો પાર્કિંગ
Updated: Dec 30th, 2023
વડોદરા,થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ફતેગંજ, કમાટી બાગ રોડ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ તરફ આવતા તમામ વાહનો માટે ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને રાખી પોલીસ દ્વારા નો પાર્કિંગ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તે અનુસાર, થર્ટી ફર્સ્ટની રાતે આઠ વાગ્યાથી ઉજવણી પૂરી થાય ત્યાં સુધી કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ, નરહરિ સર્કલ, સદર બજાર રોડ, જૂના વુડા સર્કલથી ડાબી બાજુ સેવન સિઝ મોલ, ફતેગંજ સર્કલથી ડાબી બાજુ નરહરિ ફુવારા સર્કલ થઇ નરહરિ સર્કલ, કમાટીબાગ મિડલ ગેટથી કાલા ઘોડા સર્કલ સુધીના બંને રોડ પર તેમજ અટલ બ્રિજ, અકોટા બ્રિજ, ફતેગંજ બ્રિજ પર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ વિસ્તાર તરફ આવતા તમામ વાહનો માટે ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. એસ.ટી.બસો ફતેગંજ સર્કલ થઇ કાલા ઘોડા સર્કલ તરફ અને કાલા ઘોડા સર્કલથી નરહરિ સર્કલ તરફ જઇ શકશે નહીં.