Vadodara : વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવેલા બિલ વિસ્તારમાં એપીએસના દસ વર્ષના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સહિતના પ્રેશર લાઈન અને ડ્રેનેજ નાખવાના કામમાં વિલંબ કરી રહેલા ઈજારદાર મે. દિનેશચંદ્ર આર.અગ્રવાલને પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
કામગીરીમાં વિલંબ કરી રહેલ ઈજારદાર મે. દિનેશચંદ્ર આર.અગ્રવાલને જણાવવામાં આવ્યું છે કે, પાંચ મીટરથી વધુ ઉંડાઇમાં આરસીસી મશીનહોલની ડીઝાઇન તમારા દ્વારા પાલિકાને/PMCને વિલંબથી તા.04.01.2025ના રોજ સબમીટ કરાવ્યા બાદ તા.18.01.2025થી મંજૂર કરેલ હોવા છતાં તેઓ દ્વારા સ્થળ પર નાંખેલ ડ્રેનેજ લાઇનના 17 નંગ આરસીસી મશીન હોલની કામગીરી આજદિન સુધી શરૂ કરેલ નથી અને આરસીસી મશીન હોલની કામગીરી કરવામાં વિલંબ થઇ રહેલ છે. જેથી સ્થાનિકો, રાહદારિઓ અને વાહન ચાલકોના અવર-જવર માટે રોડ ખુલ્લો કરી શકાતો નથી. નાગરીકોને મુશ્કેલી પડે છે. કાર્યપાલક ઇજનેરની કચેરીમાં કેનાલ ક્રોસીંગ અંતર્ગત ચાર્જીસ રકમ રૂ.76,60,000 ભરવા ઇજારદારને વારંવાર લિખિત તેમજ મૌખિક જણાવવા છતાં તા.29.01.2025ના રોજ ચાર્જીસ અત્યંત વિલંબથી ભરેલ છે. અંતિમ મંજૂરી મેળવવામાં થનાર વિલંબના કારણે કામગીરીમાં વિલંબ થઇ રહેલ છે.
તમામ વિગત જોતાં ઈજારદાર દ્વારા ક્લીઅર ફ્રન્ટની કામગીરીમાં અસહ્ય વિલંબ કરવામાં આવી રહેલ છે. જેના લીધે બિનઆરોગ્યપ્રદ વાતાવરણ સાથે જાહેર બિનસલામતીની પરિસ્થિતિનું સર્જન થવાથી નાગરિકોને પારાવાર મૂશ્કેલી પડવાથી પાલિકાની છબીને નાગરીકોમાં તથા સરકારમાં ઉચ્ચ સ્તરે નુકશાન પહોંચે છે. કામગીરીનો સમાવેશ સરકારની અમૃત 2.0 યોજના હેઠળ કરવામાં આવેલ હોઇ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવી અત્યંત જરૂરી હોવાથી રીવ્યુ મીટીંગમાં મ્યુ. કમિશનર દ્વારા કામ શહેરના ઓજી/નવીન સમાવિષ્ટ વિસ્તાર પૈકીનું હોવાથી નાગરીકોને ઝડપથી પ્રાથમિક સુવિધા પુરી પાડી શકાય તે હેતુથી પ્રવર્તમાન કામગીરી નિયત સમયમર્યાદા પહેલા અત્યંત ઝડપથી પૂર્ણ કરવા વારંવાર સખ્ત સુચનાઓ આપવામાં આવે છે. સ્થળ પર આપવામાં આવેલ વર્કફ્રન્ટ પૈકીની ઘણી કામગીરીઓ બાકી છે. જેમાં ઈજારદાર દ્વારા (અત્રેના કારણે વિલંબ થઇ રહેલ હોવાની ખોટી રજૂઆત બદલ) હવે વધુ વિલંબ ન કરીને વધુ મેન પાવર, મશીનરીઝ અને માટીરીયલ્સની વ્યવસ્થા કરીને કામગીરીમાં ઝડપ લાવી નિયત સમયમર્યાદા પહેલા કામગીરી પૂર્ણ કરવા માટે તથા રીવાઇઝ બાર ચાર્ટ સબમીટ કરવા માટે વધુ એક લેખિત સુચના આપવામાં આવી છે.