વડોદરા,મામાને છોડાવવા વચ્ચે પડેલા ભાણેજને હુમલાખોરોએ માર માર્યો હતો. એક હુમલાખોરે મામાની છાતીમાં તિક્ષ્ણ હથિયારનો ઘા મારી દીધો હતો. બનાવ અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી સમૃદ્ધિ આનંદમમાં રહેતો નિલ સુનિલભાઇ ઉત્તેકર સેલ્સ મેન તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે મારા મામા રમેશભાઇ ઉર્ફે મુન્નાભાઇના ઘરે દંતેશ્વર વામ્બે હાઉસિંગમાં ગયો હતો.તે સમયે હાઉસિંગના ગેટની બાજુમાં મારા મામાનો અજય ( પારસી) સાથે કોઇ બાબતે ઝઘડો થતા હું તેઓને છોડાવવા ગયો હતો.