Vadodara Accident : વેજલપુરથી ઉદલપુર જવાના રોડ ઉપર બે ડમ્પર અથડાતા એકનું મોત નીપજ્યું હતું અને બેને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ અજીતસિંહ નટવરસિંહ સોલંકી વેજપુર ગામની સીમમાંથી પોતાનું ડમ્પર લઈને પસાર થતા હતા તે વખતે પાછળથી પૂરઝડપે આવતા એક ડમ્પરે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નરેન્દ્રસિંહ નટવરસિંહ સોલંકી (રહે નવા વલ્લભપુર તા.શહેરા)નું કરુણ મોત નિપજ્યું હતું. તેમજ અન્ય બે વ્યક્તિઓ અજીતસિંહ નટવરસિંહ સોલંકી અને સુનિલ હરેશભાઈ ડીંડોરને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.