Updated: Dec 11th, 2023
વડોદરાઃ જૂનાપાદરા રોડ વિસ્તારના એક મકાનમાં બે પાર્ટનરો વચ્ચે તકરાર થતાં ઘેર હિસાબ કરવા આવેલા પાર્ટનેર બીજા પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
ખાનગી કંપનીમાં વર્ક ફ્રોમ હોમ કરતા તુષાર સોનવણેએ કહ્યું છે કે,ભાવિકકુમાર ભૂપેન્દ્રભાઇ સોની(અણમોલ નગર સોસાયટી, લક્ષ્મીપુરા રોડ)સાથે ધંધામાં કર્યું હોવાથી તે મારે ત્યાં હિસાબ માટે આવતા હતા.
ગઇ તા.૩૦મીએ રાતે મારે ત્યાં આવેલા ભાવિકે હિસાબની વાત કરતી વખતે તમારો હિસાબ બરાબર નથી,મારે વધુ રૃપિયા લેવાના છે તેમ કહી લાફા માર્યા હતા.તેણે મેરી બહન કી શાદી હૈ,ઉસ મેં કુછ હુઆ તો મેં લાશે બીછા દુંગા તેવી ધમકી આપી હતી.એક સપ્તાહ પહેલાં પણ ઘેર આવી પૈસે નહિં દીયે તો બચ્ચીઓં કો તીકરે મજલે સે ફેંક દુંગા તેમ કહી ધમકી આપતાં પોલીસ બોલાવી હતી.પણ ફરિયાદ કરી નહતી.