Vadodara : વડોદરા વકીલ મંડળનો ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે કેટલાક ઉમેદવારો એ હોટલોમાં પાર્ટીઓ શરૂ કરી છે તો બીજી બાજુ કેટલા કે કોર્ટના કમ્પાઉન્ડમાં જમણવાર નું આયોજન કર્યું તો કેટલા કે દારૂની બોટલોનું વિતરણ કરતા હોબાળો સર્જાયો હતો જે અંગે કોઈ વ્યક્તિએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ફરિયાદ કરતા મામલો પોલીસ સુધી પહોંચતા ગઈકાલે પોલીસે કોર્ટ કમ્પાઉન્ડમાં આવી આવતા જતા વ્યક્તિઓના વાહનોનું ચેકિંગ કર્યું હતું પરંતુ વકીલોનું કોઈ ચેકિંગ નહીં કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પણ સિનિયર અને જુનિયર વકીલો વચ્ચે જંગ જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારમાં વકીલોને ખુશ રાખવા કેટલાક ઉમેદવારો થ્રીડી પાર્ટીનું આયોજન કરે છે એક ઉમેદવારે તો હોટલમાં રોજની વ્યવસ્થા ગોઠવી દીધી છે અને વકીલોના અલગ અલગ ગ્રુપો ને બોલાવી હોટલમાં પાર્ટી કરાવી રહ્યા છે તો કેટલાક ઉમેદવારને હોટલ નો ખર્ચો પોસાય તેમ નહીં હોવાથી કોર્ટ પરિસરમાં વકીલો માટે જમણવારનું આયોજન કર્યું હતું તો કેટલાકે કોર્ટ પરિસરમાં દારૂની બોટલોનો જથ્થો લાવીને કેટલાક વકીલોને વહેંચણી કરતા હોવાની માહિતી બહાર આવી હતી.
આ અંગે કોઈ વ્યક્તિએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ઈમેલ કરી જાણકારી આપતા મામલો ગરમાયો હતો અને ઉપરથી સૂચના આવતા પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.
ગઈકાલે પોલીસને મળેલી સૂચના બાદ બપોરના સમયથી લઈને સાંજ સુધી કોર્ટ કમ્પાઉન્ડમાં દરવાજા પાસે અવરજવર કરતા વાહન ચાલકોનું ચેકિંગ કર્યું હતું પરંતુ કોઈની પાસેથી દારૂની બોટલ કે અન્ય વસ્તુ મળી ન હતી દરમિયાનમાં જે વકીલો વાહનો સાથે અવર-જવર કરતા હતા તેઓને રોકવામાં આવતા ન હતા. જેથી વકીલોમાં જ ચર્ચાનો વિષય બન્યો હતો. એક વકીલે તો કટાક્ષ કર્યો હતો કે બરોડા બાર એસોસિએશન ની ચૂંટણીમાં મુંબઈ જેવો બારની પરિસ્થિતિ ઉભી થવી જોઈએ નહીં.