Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રેશરની સમસ્યા ખૂબ જ રહે છે આ સમસ્યાનો નિકાલ લાવવાના પ્રયાસ રૂપે વડોદરા કોર્પોરેશનની પાણી-પુરવઠા (પ્રોજેક્ટ) શાખા પૂર્વ વિસ્તારમાં પ્રેશર સુધારણા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. પરીવાર ચાર રસ્તા પાસે 24 ઇચ ડાયામીટરની લાઈનનું 12 ઇંચ ડાયામીટર લાઈન સાથે સાથે જોડાણ કરવામાં આવનાર છે.
તા.17 થી તા.24 સુધી કામગીરી કરવાની હોવાથી ખોદકામ કરાશે જેના કારણે ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં અમુક વિસ્તારમાં તારીખ 17 ની સાંજે પાણી પણ અપાશે. કલાદર્શન ચાર રસ્તાથી આવતા વાહન ચાલકો ડાબી બાજુના રસ્તાનો ઉપયોગ કરી વૃંદાવન ચાર રસ્તા જઈ શકશે. કલાદર્શન થી વહીવટી વોર્ડ નં-16 તરફના જમણા રસ્તે થઈ રેવા પાર્ક થી નીકળીને મુખ્ય રસ્તા તરફ જઈ શકશે. બાપોદ ટાંકી તરફથી કલાદર્શન બાજુ જવા માંગતા વાહન ચાલકો વૃંદાવન ચાર રસ્તા તરફ તથા ગુરૂકુલ ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે. સોમાતળાવ તરફથી આવતા વાહન ચાલકો કલાદર્શન ચાર રસ્તા બાજુ જવા ગુરુકુળ ચાર રસ્તા તરફથી જઈ શકશે. વૃંદાવન ચાર રસ્તા તરફથી આવતા વાહનચાલકો કલાદર્શન ચાર રસ્તા જવા ઉમા ચાર રસ્તાથી જઈ શકશે. લાઈન જોડાણની કામગીરી તા.17 ના રોજ કરવામાં આવશે. જેથી નાલંદા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં સાંજના 4 થી 5 ના ઝોનમાં સમર્પણ સોસાયટી, ઉકાજીનું વાડીયુ, ગાયત્રી નગર, હરીયાલી હોટલની પાછળનો વિસ્તાર તેમજ સાંજના 5.30 થી 6.30ના ઝોનમાં સમાવિષ્ટ વાઘોડીયા રોડ ઉમા ચાર રસ્તા, કલાદર્શન થઇ ડી માર્ટ તરફ પૂર્વ વિસ્તારમાં સાંજના સમયે પાણીનું વિતરણ કરવામાં આવશે નહી. તા.18ના રોજ કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનું વિતરણ મોડેથી તથા લો પ્રેશરથી આપવામાં આવશે.