Updated: Dec 30th, 2023
વડોદરા,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા શહેર પોલીસ અને કોર્પોરેશનને આજે સંવેદનશીલ વિસ્તારોમાં સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ કરી હતી ત્યારે સ્થાનિક રહીશો અને તંત્ર વચ્ચે ચકમકના દ્રશ્યો પણ સર્જાયા હતા.
અતિ સંવેદનશીલ વિસ્તાર ફતેપુરાથી અજબડી મિલ સુધીના રોડ રસ્તાની બંને બાજુએ ખડકાયેલા ગેરકાયદે દબાણો ઉપર પાલિકાની દબાણ શાખાની પોલીસ તંત્રને સાથે રાખીને અનેક ગેરકાયદે દબાણનો સફાયો કર્યો હતો. પોલીસની ટીમ સાથે હોવાથી દબાણ હટાવવાની કાર્યવાહીમાં ખાસ કોઈ વીઘ્ન આવ્યું ન હતું. દબાણ કરનારાઓ વાહનોની આડમાં દબાણો કરતા હતા અને ગેરકાયદે ભંગાર સહિત અન્ય ચીજ વસ્તુઓના ગેરકાયદે દબાણો કરનારાઓને ફરીવાર દબાણ નહીં કરવા અંગે ખાસ ચીમકી આપીને દબાણ શાખાની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી ફતેપુરા થી અજબડી મિલ સુધીના રસ્તે ઘેર ઘેર ખડકાયેલા રોડ રસ્તાની બંને બાજુએ ગેરકાયદે દબાણોના કારણે રોડ રસ્તા સાંકડા થઈ જતા રાહદારીઓને અવરજવરમાં અને વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો કરવો પડે છે. આ અંગે કેટલીય વાર રાહદારીઓ અને વાહન ચાલકો વચ્ચે નાના મોટી તકરારના રોજિંદા બનાવો બને છે. પરિણામે આ વિસ્તારના રહીશો પણ ગેરકાયદે દબાણ કરનારાઓથી ત્રાસી ગયા હતા. આ અંગે પાલિકા તંત્ર સમક્ષ સ્થાનિકોએ વારંવાર રજૂઆતો પણ કરી હતી.