Updated: Dec 15th, 2023
Image Source: Freepik
– લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરી હોવાનું મન દુઃખ રાખીને મહિલા ફાઈનાન્સર સાથે ઝઘડો કરનાર વિરુદ્ધ નવાપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર
આરવી દેસાઈ રોડ શક્તિ કૃપા સોસાયટીમાં રહેતા સ્મૃતિબેન નિકુંજભાઈ વરસડા ફાઇનાન્સ અને લોન નું કામ કરે છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 17મી ઓક્ટોબરે સાંજે 5:00 વાગે અમારી સોસાયટીના કોમન ગેટ પાસે હું તથા મારા પતિ નિકુંજભાઈ મંદિરે સોસાયટીના કોમન ગેટને કલર કરાવતા હતા. તે બાબતને લઈને અમારી બાજુમાં રહેતા જ્યોત્સનાબેન તથા તેમના દીકરા જ અલ્પેશભાઈ અને તથા ચૈતાલી બેન અમને ગાળો બોલવા લાગ્યા હતા હું તેઓને કહેવા જતા તેઓએ મારી સાથે જપાજપી કરી હતી. જ્યોત્સનાબેને કલર કામ કરતાં માણસો પાસે આવીને કહ્યું હતું કે સોસાયટીના પ્રમુખ તથા સભ્યોની પરવાનગી વગર આ ગેટને તમે કલર કરી શકો નહીં તેમ કહી કલરનું બ્રશ તેમને ફેંકી દીધું હતું અમે તેમના સામે લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હોવાથી તેઓ અમારી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું લાગે છે.