વાઘોડિયા રોડ વિસ્તારમાં જુગાર ધામ ચલાવતી મહિલાના જુગાર ખાના ઉપર પોલીસે દરોડો પાડી મહિલા સહિત 11 જણાને ઝડપી પાડ્યા છે.
વાઘોડિયા રોડ ના ઉકાજીના વાડીયામાં રહેતી હર્ષા અવિનાશ વીશાવે નામની મહિલા સામે અત્યાર સુધી દારૂ તેમજ અન્ય ગુનાઓ મળી કુલ 70 જેટલા ગુના નોંધાયા છે. મહિલાએ ફરીથી જુગારધામ શરૂ કર્યું હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી હર્ષા તેમજ બીજા 10 જણાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે જુગારધામમાંથી રૂ 59 હજાર રોકડા, સાત મોબાઈલ અને ત્રણ ટુ-વ્હીલર સહિત કુલ રૂ. 3.39 લાખની મતા કબજે કરી હતી.