વડોદરાઃ નવલખી કમ્પાઉન્ડમાં કૃત્રિમ તળાવનું પાણી સૂકાતાં જ એક મહાકાય કાચબાનું આજે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ગણેશ વિસર્જન તેમજ દશામાની મૂર્તિ વિસર્જન માટે નવલખી કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવનું પાણી સૂકાઇ રહ્યું છે અને તેમાં પીઓપી,માટી તેમજ સ્ટીલના ઢગલા દેખાઇ રહ્યા છે.
આવા સમયે એક મહાકાય કાચબો ખોરાકની શોધમાં હોય તે રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતો હોવાથી કોઇ વ્યક્તિએ જીવદયા સંસ્થાને જાણ કરી હતી.જેથી અરવિંદ પવારે કાર્યકરોને મોકલી કાચબાનું સુરક્ષિત રીતે રેસ્કયૂ કર્યું હતું.
લગભગ ૧૮૦ કિલોની આસપાસનું વજન ધરાવતા ત્રણ ફૂટના કાચબાને ઉંચકવા માટે ચાર કાર્યકરોની જરૃર પડી હતી.ફોરેસ્ટ વિભાગને જાણ કરીને કાચબાને સોંપવામાં આવ્યો હતો.