Vadodara Snake Rescue : વડોદરાના એલેમ્બિક રોડ વિસ્તારમાં આવેલા બાળ સુધાર ગૃહમાં આજે બપોરે કોબ્રા આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
એલેમ્બિક રોડ પર પંડ્યા બ્રિજ પાસે આવેલા બાળ સુધાર ગૃહમાં પાણીની પરબ પાસે એક કોબ્રા આવી ગયો હતો અને સાવરણામાં લપેટાઈ રહ્યો હતો. જેને કારણે કેન્દ્રમાં નાસભાગ મચી હતી.
કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટે જીવદયા સંસ્થાની મદદ લેતા કાર્યકરે કોબ્રાનું રેસક્યુ કરી એક બરણીમાં પૂરી દીધો હતો. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી અને કોબ્રાને સોંપવાની તજવીજ કરાઈ હતી.