Vadodara : વડોદરાના વેમાલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ સંસ્કૃતમાં આદિ શંકરાચાર્ય રચિત અચ્યુતાષ્ટકમ સ્તોત્રનું પઠણ કરી ઇન્ડિયા બુક ઑફ રૅકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
ગામ રાજનગર તાલુકો ડેસરના વતની અને હાલ વેમાલી સિદ્ધેશ્વર હેલિક્સ વડોદરામાં રહેતી પાંચ વર્ષની બાળકી વેદાની સ્મરણ શક્તિ ખૂબ જ સારી છે પિતાના મેડિકલ સ્ટોરમાં સાથે જાય છે. દુકાનની સામે જ એક બીજી દુકાન છે ત્યાં રોજ હનુમાન ચાલીસા વાગે અને જ્યારે હનુમાન ચાલીસા વાગે ત્યારે નિયમિત વેદા સાંભળે અને વેદાએ સાંભળીને હનુમાન ચાલીસા યાદ કરી લીધા.
વેદાને વાંચતા આવડતું નથી વેદાએ ફક્ત સાંભળીને 150થી વધુ સંસ્કૃતના શ્લોક યાદ કરી લીધા છે. શિવતાંડવ, બાર જ્યોતિર્લિંગ, કૃષ્ણાષ્ટકમ, હનુમાન ચાલીસા શ્રીમદ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય ત્રિકાળ સંધ્યાના બધા જ શ્લોક યાદ કરી લીધા છે. વેદાની યાદશક્તિ પાછળ બે કારણ જવાબદાર છે વેદા મોબાઈલનો ઉપયોગ નથી કરતી. જ્યારે ગર્ભાવસ્થામાં હતી ત્યારે માતા પિતા નિયમિત શ્રીમદ ભાગવત ગીતા અધ્યયન કરતા હતા.
વેદા પાર્થભાઈ હીરપરાની ઉંમર પાંચ વર્ષ છે વેદાને સૌથી નાની ઉંમરમાં આદિ શંકરાચાર્ય રચિત અચ્યુતાષ્ટકમનો પાઠ કરવા બદલ ઇન્ડિયા બુક ઑફ રૅકોર્ડમાં સ્થાન મળેલ છે.
વેદાનો આ બીજો રૅકોર્ડ છે આના પહેલા પણ વેદાને સૌથી નાની ઉંમરમાં બે મિનિટ અને 49 સેકન્ડમાં આદિ શંકરાચાર્ય રચિત કૃષ્ણાષ્ટકમનો પાઠ કરવા બદલ ઇન્ડિયા બુક ઑફ રૅકોર્ડમાં સ્થાન મળેલ છે.
તેમના પિતા પાર્થ હિરપરાએ જણાવ્યું હતું કે, મારો દરેક માતા પિતાને મેસેજ છે દરેક માતા-પિતા પોતાના બાળકના સારામાં સારા માર્ગદર્શક બની શકે છે, જો બાળકને સમજાવવા કરતાં બાળક સાથે સમય પસાર કરવામાં આવે તો બાળક તમારી દરેક વાત માનશે. જો બાળકને આધ્યાત્મ સમજાવવામાં આવે તો બાળક પોતાની જાતે જ સારી અને ખરાબ બાબતોનો વિચાર કરી શકશે અને પોતાનું નિર્ણય જાતે લેવા માટે સક્ષમ થઈ જશે.