વડોદરા,સયાજી હોસ્પિટલને આજે ૮૫ લાખની કિંમતના બે મશીનો ભેટ મળ્યા છે. જેના કારણે દર્દીની સારવાર કરવામાં અને તેના પેરામીટર પર ધ્યાન રાખવામાં સરળતા રહેશે.
આ અંગે જાણકારી આપતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિભાગમાં નવા ડિજિટલ એકસ રે ની સુવિધા થઈ છે. આ ઉપરાંત કોલ્ડરૃમમાં,મૃતદેહોની ઉચિત સાચવણી માટે બે કેબિનેટનો પણ ઉમેરો થયો છે.
અન્ય એક એકમ તરફથી એનેસ્થેસિયા વિભાગને અતિ આધુનિક એનેસ્થેસિયા વર્ક સ્ટેશન મળ્યું છે. જેના કારણે બહુ જ જટિલ અને જોખમી દર્દીઓમાં ખૂબ જ ચોક્સાઇથી અને સલામત રીતે એનેસ્થેસિયા આપી શકાશે. આ મશીનમાં સંપૂર્ણ સજ્જ મોનિટરિંગ સિસ્ટમ અને વેન્ટિલેટર હોવાથી કાર્ડિયાક પેરામીટર, એનેસ્થેટિક એજન્ટ અને ગેસના પ્રમાણનું મોનિટરિંગ સતત થશે. આ ઉપરાંત યુ.એસ.જી. મશીનથી રિજીયોનલ એનેસ્થેસિયા આપી શકાશે. તેમાં કોમ્પલિકેશન અને ફેઇલ્યોરની ખૂબ જ ઓછી શક્યતા છે.