Vadodara Suicide Case : વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા મિયાગામમાં રહેતી કૈલાશબેન રણજીતસિંહ જાડિયા ઉંમર વર્ષ 47 ગુસ્સાવાળા સ્વભાવની હતી. તેણે જમવાનું મોડું બનાવતા તેના પુત્રએ ઠપકો આપ્યો હતો. જેથી માતાને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.