પત્ની ખરીદી કરીને પરત ઘરે આવી ત્યારે પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોયો
Updated: Jan 9th, 2024
વડોદરા,તરસાલી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષના યુવાને રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી લક્ષ્મીપુરમ સોસાયટીમાં આવેલા ફ્લેટમાં રહેતો ૨૫ વર્ષનો સુનિલ મહીડા ટેમ્પો ડ્રાઇવિંગ કરે છે. તેને સંતાનમાં બે દીકરીઓ છે અને પત્ની ઘરકામ કરે છે. આજે સવારે પત્ની ખરીદી કરવા માટે એક છોકરીને ઉંઘાડીને તથા બીજીને પોતાની સાથે લઇને ગઇ હતી. પત્ની પરત આવી ત્યારે જોયું તો પતિએ હુક પર દોરી વડે ફાંસો ખાઇ લીધો હતો. તેણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. એન.વી.નાઇ ઘટના સ્થળે દોડી ગયો હતા. પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. પરંતુ, મોબાઇલ ફોન મળ્યો છે. મોબાઇલ ફોન લોક હોવાથી તે ઓપન કરાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.