વડોદરા, ધોરણ છ માં ભણતી બાળકી સાથે શારીરિક અડપલા કરનાર ટયુશન ક્લાસના શિક્ષકની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા એક વર્ષથી ટયુશન ક્લાસમાં બાળકોને ભણાવતો હતો.
તરસાલી વિસ્તારમાં પરમેશ્વર કોમ્પલેક્સમાં આવેલા આઇડિયલ ઇન્સ્ટિટયૂટ ટયુશન ક્લાસમાં ભણવા જતી ૧૧ વર્ષની બાળકી સાથે ટયુશન ક્લાસના શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. જે અંગે બાળકીની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી શિક્ષક નીતિન દિનેશભાઇ ચૌહાણ (રહે. સાંઇનાથ ચેમ્બર, તરસાલી તળાવ પાસે) ની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, આરોપી અપરિણીત છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.