દારૃની ૯ બોટલ અને બિયરના ૨૪ ટીન કબજે
Updated: Jan 1st, 2024
વડોદરા,માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે વિદેશી દારૃનું વેચાણ કરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી.નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે મારૃતિધામ હનુમાનજી મંદિરની ગલીમાં એક વ્યક્તિ દારૃનો જથ્થો ભરીને વેચાણ કરે છે. જેથી, પોલીસે પંચોને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે તપાસ કરતા ધવલ નરેશભાઇ ( રહે.પુષ્પક એપાર્ટમેન્ટ, વડસર રોડ) મળી આવ્યો હતો. તેની પાસેના થેલામાંથી પોલીસને વિદેશી દારૃની ૯ બોટલ તથા બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. જેથી, પોલીસે તેની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી દારૃ, બિયર, રોકડા ૧,૦૧૦ તથા મોબાઇલ ફોન મળી કુલ ૧૧,૨૯૧ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી દારૃ ક્યાંથી લાવ્યો હતો ? કેટલા સમયથી વેચાણ કરી રહ્યો છે ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.