Updated: Jan 10th, 2024
વડોદરાઃ નવાયાર્ડ-છાણી રોડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ બાદ હુમલાના બનેલા ત્રણ બનાવ બાદ ચોથા એક બનાવની પણ ફરિયાદ નોંધાઇ છે.
યુપી ખાતે થયેલા ઝઘડાની અદાવત રાખી લગ્ન પ્રસંગ બાદ છાણી રોડ પર રોઝીઝ ગાર્ડન નજીક બે સાઢુ ભાઇ પર હુમલો થયો હતો.ત્યારબાદ તેમના એક સબંધી પર પણ હુમલો થયો હતો.જ્યારે,સામેપક્ષે પણ હુમલો થયો હતો.
હુમલાના બનાવની ત્રણ ફરિયાદ નોંધાયા બાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચોથી ફરિયાદ નોંધાઇ છે.જેમાં સાહેદાબાનુ મોહંમદ એહમદખાન ઉર્ફે પપ્પુભાઇ(પુનિત પાર્ક, નવા યાર્ડ)એ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.છઠ્ઠીએ સાંજે મારે ઘેર આરજુ મોહંમદ ઉમર,અસગર અલી આસિકઅલી,મોહીદ ઇસ્લામનબી સહિતના સાતેક લોકો ધસી આવ્યા હતા.
હુમલાખોરોએ પપ્પુ ક્યાં છે,મારા પિતાને માર માર્યો છે..તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તેમણે સ્કૂટી પર દંડો પછાડયા બાદ દરવાજા ઠોક્યા હતા અને બારીનો કાચ તોડી ઘરવખરીની તોડફોડ કરી હતી.મને પણ લાફો મારી ધક્કો માર્યો હતો.
પોલીસે આ બનાવમાં આરજુ, અસગરઅલી, આબીદઅલી, મોહિદ, કાસિમ સહિત સહિત સાત જણા સામે ગુનો નોંધ્યો છે..